ગુજરાત
News of Tuesday, 20th April 2021

મહેસાણામાં કોરોનાનો કહેર વધતા ' નો વેડિંગ ઝોન જાહેર કરાયા સાત સ્થળોએ શાકભાજીની લારીઓ પાથરણા વગેરે પર પ્રતિબંધ

શહેરની વિવિધ જગ્યાએ શાકભાજી અને ફ્રૂટની લારી વચ્ચે 15 ફૂટનું અંતર રાખવું ફરજીયાત

મહેસાણા : મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનું કે, નગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા નગરપાલિકા કોન્ફ્રન્સ હોલ  ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનથી, તથા વિવિધ સમિતિઓના ચેરમેનો, મ્યુનિ સભ્યરીઓ, મુખ્ય અધિકારીરી તથા નગર પાલિકાના સ્ટાફ સાથે થયેલ મીટીંગમાં કરાયેલ નિર્ણય મુજબ (૧) તોરણવાળી માતાનો ચોક રાજમહેલ રોડ (ર) જૂના તાલુકા પંચાયત ઓફીસની ગલી (૩) મોઢેરા રોક (૪) આશ્રય હોટલ (5) દ્વારકાપુરી ફ્લેટ,રાધનપુર રોડ, (૬) જી.ઈ.બી. (૭) ચોકની લીમડી વિગેરે લારીઓ તથા પાથરણા વગેરે આ જગ્યા ઉપર 30-4--2021સુધી નો વેડીંગ ઝોન એટલે કે શાકભાજી કેટ વિગેરે લારીઓ તથા પાથરણા વિગેરે આ જગ્યા ઉપર ઉભા રહી શકો નહિ, તથા શાકભાજી ને ફુટની લારીવાઓએ શહેરમાં વિવિધ જ્ગ્યાઓએ બે લારીઓ વચ્ચે ઓછામાં ઓછા 15 ફૂટની જગ્યા રાખી ઉભા રહેવાનું તથા રહેણાંક વિસ્તારોમાં ફરવાનું  રહેશે. તથા જો લારીઓ પર ભીડ કે કોવીડની ગાઈડ  લાઈન નું પાલન થતુ નહિ જણાય  તો લારીઓ-પાથરણા જપ્ત કરવામાં આવશે ,તથા કોવીડ ગાઈડ લાઈનનું પાલન ન કરતા વેપારી એકમોને પણ સીલ કરવામાં આવશે નગર પાલિકા દ્વારા બે લાખથી થ્રિ લેયર માસ્કની ટૂંકસમયમાં ખરીદી કરી નગરજનોને વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.

(11:50 am IST)