ગુજરાત
News of Tuesday, 20th April 2021

ગ્રામ ઉજાલા : જુના સાદા બલ્બના બદલામાં સરકાર માત્ર ૧૦ રૂ.માં નવો બલ્બ આપશે

ગાંધીનગર,તા.૨૦ : દેશનાં દરેક ઘરમાં કિફાયતી ભાવના એલઇડી બલ્બનો પ્રકાશ ફેલાય તે માટે સરકારે 'ગ્રામ ઉજાલા' નામનો નવો પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ હાલતમાં જૂના સાદા બલ્બના બદલામાં માત્ર ૧૦ રૂપિયામાં એલઇડી બલ્બ ઉપલબ્ધ કરવમાં આવશે. દરેક ઘરને ૭ અને ૧૨ વોટનાં પાંચ એલઇડી બલ્બ મળશે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) આર કે સિંઘે બિહારના આરા જિલ્લામાં આ સ્કીમ લોંચ કરી હતી. પ્રથમ તબક્કમાં આર (બિહાર), વારાણસી (યુપી), વિજયવાડા (આંધ્રપ્રદેશ), નાગપુર (મહારાષ્ટ્ર)નાં ગામો અને પશ્ચિમ ગુજરાતના ગામોમાં ૧૫ કરોડ એલઇડી બલ્બ વિતરીત કરવામાં આવશે. આ પ્રોગ્રામ કાર્બન ક્રેડિટ દ્વારા ફાઇનાન્સ થશે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ હશે. ભારતની કલાઇમેટ ચેન્જ પોલિસીમાં ગ્રામ ઉજાલા પ્રોગ્રામની નોંધપાત્ર અસર પડશે. ભારતમાં તમામ ૩૦ કરોડ લાઇટની જગ્યાએ નવી લાઇટ નાખવામાં આવે તો પ્રતિવર્ષ ૪૦,૭૪૩ મિલિયન Kwhની ઊર્જા બચત અને પ્રતિ વર્ષ ૩૭ મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડની બચત થશે.

(12:48 pm IST)