ગુજરાત
News of Tuesday, 20th April 2021

વાવડી પેટ્રોલ પમ્પ પર નજીવી બાબતે કર્મચારીને માર મારી ધમકી આપનાર ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક વાવડી ગામના પેટ્રોલ પમ્પ પર નજીવી બાબતે ચાર વ્યક્તિઓ એ દાદાગીરી કરી પમ્પ ના કર્મચારીને માર મારી ઇજા કરતા ફરિયાદ દાખલ થઈ છે .
પ્રાપ્ત માહિતી મુજબ વાવડી હરસિધ્ધી પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા રજનીકાંતભાઇ મણીલાલભાઇ તડવી ની ફરિયાદ મુજબ સોમવારે તે પોતાની નોકરી ઉપર હાજર હતો તે વખતે એક મો.સા. ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો પેટ્રોલ ભરાવવા માટે પહેલા પોઇન્ટ ઉપર મો.સા. ઉભી રાખેલ જે પોઇન્ટ બંધ હોય જેથી બીજા પોઇન્ટ ઉપર લાવવા જણાવતા બંને એકદમ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરતા હતા અને થોડીવારમાં બીજી મો.સા. ઉપર બે ઇસમો આવ્યા તે પેલા બેનું ઉપરાણું લઈ ઝઘડો કરવા લાગેલ અને આ ચારેય ઇસમો પૈકી એક ઇસમે ત્યાં પડેલ પતરાનું બોર્ડ માથાના મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:22 pm IST)