સોમવારે પ્રદેશ ભાજપની ‘વિસ્તૃત' કારોબારી
કારોબારી સભ્યો ઉપરાંત સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પ્રભારીઓ અપેક્ષિત : કેન્દ્રમાંથી સુધીર ગુપ્તા હજાર રહેશ ચૂંટણીલક્ષી મહત્વના કાર્યક્રમો અપાશે :તા. ર જુન સુધીમાં તમામ શહેર, જિલ્લા, તાલુકામાં કારોબારી બોલાવી લેવા સૂચના
રાજકોટ, તા. ર૦ : ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક તા. ર૩ સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી સાંજ સુધી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર, કમલમ ખાતે મળનાર છે. જેમાં પ્રદેશના સહપ્રભારી અને મધ્યપ્રદેશના સાંસદ શ્રી સુધીર ગુપ્તા તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજરી આપશે. આ વખતે કારોબારી સભ્યો ઉપરાંત તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રભારીઓ, વિધાનસભા ક્ષેત્રના રાજકીય પ્રભારીઓ વગેરેને બોલાવાયા છે.
ધારાસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ કારોબારી વિશેષ મહત્વની ગણાય છે. ચૂંટણીલક્ષી આગામી કાર્યક્રમો જાહેર થશે. રાજય અને કેન્દ્ર સરકારને બીરદાવતો ઠરાવ થશે. ચૂંટણી જીતવાની રણનીતિ ઘડાશે. પ્રદેશ કારોબારી બાદ મહાનગર, જિલ્લા અને તાલુકાઓની કારોબારી બેઠક તા. ર જુન સુધીમાં પૂર્ણ કરવા સૂચના અપાયેલ છે.
કારોબારી બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય તેમજ પ્રદેશ હોદ્દેદારો મોરચાના પ્રદેશ પ્રમુખ-મહામંત્રીઓ ફકત પ્રદેશ કારોબારી સભ્યો પ્રદેશ સેલના સંયોજક (પ્રદેશ દ્વારા નિヘતિ થયેલ કોઇ એક સંયોજકશ્રી) પ્રદેશ વિભાગના સંયોજક સાંસદ શ્રીઓ (લોકસભા અને રાજયસભા) ધારાસભ્યો જીલ્લા/ મહાનગરના પ્રમુખ વિધાનસભા સીટ સઃ પોલીટીકલ પ્રવાસ કરનાર અગ્રણી ૮ વર્ષ : સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનના જિલ્લા/ મહાનગરના ઇન્ચાર્જ વગેરે અપેક્ષિત છે.