ગુજરાત
News of Friday, 20th May 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે પુરઝડપે પસાર થતી કારને અટકાવી નશાની હાલતમાં બે શખ્સને ઝડપવામાં આવ્યા

વડોદરા: વડોદરા ગોત્રી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસે પૂરઝડપે અને બેફામ રીતે પસાર થતી કારને અટકાવી નશામાં ચૂર બે જણાને ઝડપી પાડયા હતા. શહેરમાં મોડી રાતે દારૂના નશામાં વાહનોને કારણે અકસ્માતના બનાવ બનતા હોવાથી પોલીસ દ્વારા આ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જે દરમિયાન ગોત્રી કેનાલ પાસે પૂર ઝડપે અને વાંકીચૂકી ધસી આવતી કારને જોતા પોલીસને શંકા પડી હતી. ચેકપોસ્ટ પાસે પોલીસે કારને ઉભી રાખી ચેક કરતા કારચાલક સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે બેઠેલા સતીશ હીરાભાઈ પઢિયાર (બંને રહે. માધવ પાર્ક, લક્ષ્મીપુરા) દારૂના નશામાં જણાઇ આવ્યા હતા. જેથી કાર કબજે કરી બંને સામે દારૂ બંધીના ભંગ બદલ કેસ કરવામાં આવ્યો હતો.

(6:40 pm IST)