News of Friday, 20th May 2022
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ધો.11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવકને પોલીસે ઝડપી પાડયો
વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી ધો.૧૧ ની વિદ્યાર્થિને લગ્નની લાલચે ભગાડી જનાર યુવકને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે.પોલીસે આરોપીનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે સેમ્પલ લેવડાવ્યા છે. માંજલપુર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ધો.૧૧ માં અભ્યાસ કરે છે.શહેર નજીકના રૃપાપુરા ગામે રહેતા કલ્પેશ ભાઇલાલભાઇ ગોહિલ સાથે તેેને ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો.ત્યારબાદ તેઓ અવારનવાર વાતો કરતા હતા.ગત તા.૧૯ મી એપ્રિલે કલ્પેશ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.પી.આઇ.ડી.કે.વાઘેલાએ આરોપી કલ્પેશ અને સગીરાને માંજલપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયા હતા.આરોપી કલ્પેશ અપરિણીત છે.
(6:41 pm IST)