ગુજરાત
News of Friday, 20th May 2022

વડોદરામાં ક્રિકેટમાં સટ્ટો રમતા આંગડિયા પેઢીના સંચાલકને હિસાબના ચોપડા લઇ હાજર થવા સૂચનાનો આદેશ

વડોદરા:ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર દ્વારા નાણાંકીય વ્યવહારો આંગડિયા પેઢી મારફતે થતા હતા.પોલીસે પી.એમ.આંગડિયા પેઢીના સંચાલકને છેલ્લા ત્રણ મહિનાના  હિસાબના ચોપડા લઇ તપાસ માટે  હાજર રહેવા ફરમાન કર્યુ છે. ૭ કરોડની ક્રિકેટ સટ્ટાની આઇ.ડી.લેનાર મુખ્ય સૂત્રધાર અને સુરતના સટોડિયા વચ્ચે ભાગીદારી હતી.સુરતના સંજયનો ૧૮ ટકા અને સલમાન ગોલાવાલાનો ૩૨ ટકા ભાગ હતો.સુરતના સંજય અને સલમાન વચ્ચે હિસાબના રૃપિયાની લેવડ દેવડ આંગડિયા  પેઢી મારફતે થતી હતી.સંજય સુરતની પી.એમ.આંગડિયા પેઢીમાં સલમાનને ચૂકવવાના થતા રૃપિયા જમા કરાવતો હતો.જ્યારે સલમાન વડોદરાની પી.એમ.આંગડિયા  પેઢીમાં રૃપિયા જમા કરાવતો હતો.આ  પેઢીમાં કોઇક કારણસર લેવડ-દેવડ શક્ય ના હોય તો માધવ મગન, રમેશ કાંતિ, આર.અશોક નામની પેઢીમાં તેઓ રૃપિયાની લેવડ-દેવડ કરતા હતા.ક્રિકેટ સટ્ટાના કેસમાં સુરતના સંજયની સાથે મુન્ના નામનો આરોપી પણ હતો.પોલીસ સંજય અને મુન્નાને શોધી રહી છે.પરંતુ, હજીસુધી તેઓ પકડાયા નથી. પીસીબી પોલીસે પી.એમ.આંગડિયા  પેઢીમાં તપાસ કરી હતી.પોલીસે પેઢીના સંચાલકને તપાસ માટે હિસાબના ચોપડા લઇને  હાજર થવા ફરમાન કર્યુ છે.સટ્ટાના નાણાંકીય વ્યવહારો અન્ય પેઢી મારફતે પણ થતા હતા.પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી છે.

 

(6:42 pm IST)