ગુજરાત
News of Monday, 20th June 2022

કોરોના કાળમાં કેદીઓના જીવ બચાવવા ડો.કે.એલ.એન રાવ ટીમ દ્વારા કાબિલેદાદ કાર્ય થયું છેઃ ડો.કિરણ બેદી

ગુજરાતનાં મુખ્‍ય જેલ વડા દ્વારા નેતૃત્‍વ ગૂણો સાથે માનવીય ગુણોના દર્શન કરાવ્‍યાઃ ડો.ઇન્‍દુ રાવનો સહયોગ પણ અદ્‌ભૂત હોવાનું દેશના પ્રથમ મહિલા આઇપીએસ દ્વારા ગર્વભેર જણાવાયુ

રાજકોટઃ તા.૨૦ કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા સાથે કોરોનાકાળમાં કેદીઓનો જીવ બચાવવા માટે જેલમાં જેમના નેગેટિવ રિપોર્ટ હોય તેમને જ દાખલ કરવા. જેલમાં કોરોના નિષ્‍ણાંત તબીબોની મદદથી અલગ વોર્ડ, ઘણા કેદીઓને પોલીસ વાહનમાં તેમના ઘેર મોકલવા સાથે તેમને જરૂરી અનાજની મદદ કરવા જેવા માનવીય અભિગમવાળા કાર્ય દ્વારા ગુજરાતના એડી.ડીજી લેવલના જેલ વડા ડો.કે.એલ.ેએન.રાવ તથા  તેમની ટીમે જે અદ્‌ભૂત કાર્ય કર્યુ છે તે કાબિલેદાદ છે . આવા કાર્યમાં ડો.કે.એલ.એન.રાવના ધર્મ પત્‍નિ અને જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવ તેમાં સહભાગી બન્‍યા  તેના પણ જેટલા વખાણ કરીએ તેટલાં ઓછા છે તેમ દેશના પ્રથમ મહિલા આઇપીએસ અને એક સમયે દિલ્‍હી તિહાર જેલના વડા રહી ચૂકેલ ડો.કિરણ બેદી દ્વારા પત્રકારો અને કેદીઓ માટેના રેડિયો પ્રીઝનના માધ્‍યમથી સંબોધન કરતા જણાવ્‍યું હતું.

પોડિંચેરી લેફ. ગવર્નર રહી ચૂકેલ ડો.કિરણ બેદી ઇન્‍ડિયન વિઝન ફાઉન્‍ડેશન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટ જેલની મુલાકાત સમયે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું

ગુજરાતના સિનિયર આઇપીએસ અને રાજયના મુખ્‍ય જેલ વડા કે તેઓ દ્વારા કોરોનાકાળમાં પણ જેલ ઉદ્યોગનું ટર્નઓવર જાળવી રાખેલ અને કેદીઓએ વડાપ્રધાનશ્રીનના સ્‍વપ્‍ન મુજબ આત્‍મનિર્ભર બનાવવા જેલોમાં ચાલતા વિવિધ ઉદ્યોગો કેદીઓ માટે ચાલતા વિવિધ અભ્‍યાસક્રમો કેદીઓ દ્વારા મેળવાતી સિધ્‍ધિ અને ગુજરાતને રાષ્‍ટ્રીય લેવલે મળેલ એવોર્ડની સિધ્‍ધિ યાત્રા વર્ણવી  હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જેલના જેલ સુપ્રિ.બન્નોબેન જોશીૅ, નાયબ અધિક્ષક આર.ડી.દેસાઇ, જેલ પીઆઇ બી.બી.પરમાર, એમ.આર.ઝાલા તથા સ્‍ટાફ કાર્યરત રહેલ. ઉકત પ્રસંગે રાજયના કેદીઓને આત્‍મનિર્ભર સહિત વિવિધ કોર્ષ દ્વારા પ્રશિક્ષિત કરવા પોતાની માનદ સેવા આપતા જાણીતા મહિલા શિક્ષણવિદ અને દેશની જાણીતી યુનિ. Vvit ડાયરેકટર જેવા પદ શોભાવનાર ડો.ઇન્‍દુ રાવ પણ ખાસ ઉપસ્‍થિત રહેલા.

(11:46 am IST)