ગુજરાત
News of Tuesday, 20th July 2021

સુરતના મહિધરપુરા હીરાબજારમાં આંગડિયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસે રોકડ 2 લાખ ભરેલ થેલો લૂંટવાનો પ્રયાસ કરી પાંચ લૂંટારૂને લોકોએ રંગે હાથે ઝડપી પોલીસે હવાલે કર્યો

 સુરત: શહેરના મહિધરપુરા હીરાબજારમાં આજે બપોરે આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો લૂંટવા પ્રયાસ કરી લૂંટ માટે આવેલા પાંચ પૈકી એક લૂંટારુએ વૃદ્ધએ મચક ન આપી તો છરો પણ બતાવ્યો હતો. જોકે, વૃદ્ધની બૂમો સાંભળી એકત્ર થયેલા લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા કચ્છના યુવાને કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂર હોય સુરતના મિત્રો સાથે લૂંટની યોજના બનાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ ગેલ ટાવરની સામે કેદારધામ સોસાયટી ઘર નં.704 માં રહેતા 60 વર્ષીય નવીનચંદ્ર મનસુખલાલ માધુ મહિધરપુરા હીરાબજાર જદાખાડીના નાકા પર આવેલા રંગરેજ ટાવર બી ના પહેલા માળે ઓફિસ નં.એમબી/3 માં આવેલી ધારા આંગડીયા પેઢીમાં છેલ્લા છ વર્ષથી ડીલીવરી મેન તરીકે નોકરી કરે છે. પેઢીમાં દિવસના અંતે વધતી સિલક રકમ રોજ ઘરે લઈ જતા અને ઉઘડતા દિવસે પેઢીએ લાવતા નવીનચંદ્ર ગત શનિવારે વધેલા રૂ.2 લાખ આજે સવારે એક થેલીમાં લઈ ઘરેથી રીક્ષામાં બેસી ભાગળ ચાર રસ્તા આવ્યા હતા. ત્યાંથી તે ચાલતા ચાલતા ઓફિસે જતા હતા ત્યારે એકાદ વાગ્યાના અરસામાં પેઢીની સામે જ પાછળથી એક યુવાન આવ્યો હતો અને નવીનચંદ્રના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝુંટવા પ્રયાસ કર્યો હતો.

(4:57 pm IST)