ગુજરાત
News of Tuesday, 20th July 2021

સુરતની તાપી નદીમાં ન્હાવા પડેલા ૬ યુવાનો ડુબ્યાઃ ૪ને બચાવી લેવાયાઃ ઍકનું મોતઃ ઍકની શોધખોળ ચાલુ

સુરતઃ સુરતમાં છ યુવાનો તાપી નદીમાં ન્હાવા પડતા ડૂબવા લાગ્યા હતા. જો કે, ત્યા હાજર સ્થાનિકોએ 4 યુવાનોને બહાર કાઢયા હતા અને એકનું મોત થયું છે. જયારે અન્ય એક યુવાનની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતના યુવાનો બારડોલી વાઘેચા નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જો કે નદીના પાણીનો પ્રવાહ અને ઊંડાઈનો ખ્યાલ આ યુવાનોને ન હતો. અને આ તમામ યુવાનો તાપી નદીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. જો કે સ્થાનિકોએ આ દ્રશ્યો જોતાં જ તાબડતોડ મદદ માટે આગળ આવી ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓએ 6 યુવાનોમાંથી 4 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.

પણ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં પ્રવિણને બચાવી શકાયો ન હતો. અને તેના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં જ રહેતાં પિયુષ ગેહલોત પણ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. અને તેનો હજુ સુધી કોઈ અતોપત્તો લાગ્યો નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને લાપતા પ્રવિણને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરાયું છે.

(5:30 pm IST)