ગુજરાત
News of Friday, 19th August 2022

કાગડા બધે કાળાઃ પોલીસે ઊંઝા પંથકમાં ત્રણ દરોડા પાડીને શેરી લાઈટના અજવાળે જુગટુ ખેલતા સવા ડઝન લોકોને ઝડપી લઇ હજારોની મત્તા કબજે લીધી

ઊંઝામાં ઐઠોર ચોકડી પાસે આવેલ લાલબહાદુર શાષાીનગર સોસાયટીમાં જાહેર રોડ પર સ્‍ટ્રીટલાઇટના અજવાળે રાત્રે જુગાર રમતાં ચાર શખ્‍સોને રૂ. ૧૦૧૩૦ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જ્‍યારે ઊંઝાના ઔઠોર ગામના ચોરામાં દુધગંગા ડેરીની આગળ ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતાં ચાર શખ્‍સોને રૂ. ૧૩૩૩૦ના મુદ્દામાલ સાથે ઉનાવા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત કડીના ઇરાણા ગામે ઠાકોરવાસના નાકે રમાતા જુગાર સ્‍થળે નંદાસણ પોલીસે રેઇડ કરીને ૫ શખ્‍સોને રૂ. ૧૧૪૭૦ના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસ સ્‍ટેશને કાર્યવાહી કરાઇ છે. આમ ઊંઝા પંથકમાં પોલીસે ત્રણ દરોડા પાડીને લગભગ  ૩૫૦૦૦ થી વધુ રોકડ અને મુદ્દા માલ કબજે લીધેલ છે.

 

(11:30 am IST)