ગુજરાત
News of Friday, 19th August 2022

ગાંધીનગર જિલ્લામાં બે ગામોમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 18 શકુનિઓની ધરપકડ કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણિયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે ત્યારે ડભોડા પોલીસે ગલુદણ ગામમાં દરોડો પાડીને ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા જ્યારે પેથાપુર પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૧૪ જુગારીઓને પકડીને કુલ ૪૨ હજાર ઉપરાંતને મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ગલુદણ ગામના રોહિતવાસમાં દરોડો પાડીને જુગાર રમતા ગલુદણના કનુભાઇ સનાભાઇ પરમારપ્રતાપજી ભલાજી ઠાકોરસે-૧૩ પારિજાત એપા.ના અજયકુમાર બાબુલાલ સોલંકી અને સે-૧૨ પ્લોટ નં. ૪૫૫-બી૧માં રહેતા વિક્રમસિંહ અમરસિંહ ગોહિલને ૧૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. તો પેથાપુર પોલીસે પેથાપુરના ઓડવાસમાં દરોડો પાડીને જુગાર રમતા પેથાપુરના અરવિંદ છોટાભાઇ ઓડજીતેન્દ્ર મથુરભાઇ બેલદારવિપુલ શામળભાઇ ઓડજીજ્ઞોન ગોવિંદભાઇ ઓડસુરેશ નાનુભાઇ ઓડબ્રિજેશ ભરતભાઇ ઓડઅનિલ રમેશભાઇ ઓડઅજીત લાલજીભાઇ ઓડનયન ચંદુભાઇ ઓડ અને ગજુ કરશનભાઇ દંતાણીને ૧૦ હજારના મુદ્દામાલ સાથે પકડયા હતા. જ્યારે પેથાપુરના આંકોલ વિસ્તારમાં દરોડો પાડીને આંકોલમાં રહેતા અરવિંદજી રમેશજી ઠાકોરરાહુલસિંહ ગણાજી ડાભીમોદી સમાજની વાડી પાસે રહેતા અજયસિંહ ભિખુસિંહ ડાભી અને પાર્થ સોસા.માં રહેતા ખોડાભાઇ વેણીદાસ પટેલને ૩૦ હજારની રોકડ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:25 am IST)