ગુજરાત
News of Friday, 19th August 2022

સુરતના વરાછા વિસ્તારમાં વિવર પાસેથી 23 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર બે પિતરાઈ ભાઈની ધરપકડ

સુરત: શહેરના વરાછાના વિવર (કાપડનું વણાટ કામ કરનાર) સાથે રૂ.23.37 લાખની ઠગાઇના બનાવમાં સલાબતપુરા પોલીસે મૂળ ભાવનગરના ગારીયાધારના બે પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સોમેશ્વર માર્કેટમાં રંગોલી, બાલાજી, લક્કી, પાર્વતીના નામે ઓફિસ અને રીંગરોડ લક્ષ્મી માર્કેટમાં ગોડાઉન ધરાવતા વેપારી જીવનભાઇ મનજીભાઇ સવાણીએ પિતરાઈ ભાઈ દલાલ મનોજભાઇ કાળુભાઇ સવાણી મારફતે વરાછાના વિવર તેજસભાઇ રમેશભાઇ જાસોલીયા પાસેથી રૂ.23.37 લાખનું ગ્રે કાપડ ખરીદી પાંચ વર્ષ બાદ પણ પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે 12 દિવસ અગાઉ અરજીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સલાબતપુરા પોલીસે બનાવમાં ગતરોજ વેપારી જીવન મનજીભાઇ સવાણી ( ..37,  રહે.ઘર નં.ડી/714, ગોવર્ધનનગર, બોરસપાડા રોડ, કાંદીવલી ( વેસ્ટ ), મુંબઈ. મુળ રહે. શક્તિ પ્લોટ, પછેગામ રોડ, ગારીયાધાર, જી.ભાવનગર ) અને દલાલ એવા પિતરાઈ ભાઈ મનોજ કાળુભાઇ સવાણી ( ..42, રહે.બંગલા નં.7, સરગમ સોસાયટી, અનાથાશ્રમ પાછળ, કતારગામ રોડ, સુરત. મુળ રહે.શક્તિ પ્લોટ, પછેગામ રોડ, ગારીયાધાર,જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી.

(11:26 am IST)