News of Friday, 19th August 2022
વડોદરામાં 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર રીક્ષા ડ્રાઈવરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી જેલ હવાલે કર્યો
વડોદરા:૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી રીક્ષા ડ્રાઇવરે કાનની કડીઓ પડાવી લીધી હતી.આ ગુનામાં આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા માંજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
જંબુસરના એક ગામમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને રાહુલ નામના યુવકે તેની સોનાની કડીઓ પણ પડાવી લીધી હતી.આ ઉપરાંત કિશોરી સાથે મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.આ ગુનામાં પોલીસે આરોપી રાહુલ મોહનભાઇ વસાવા (રહે.વડસર બ્રિજ પાસે,વડોદરા,મૂળ રહે.જંબુસર) ને ઝડપી પાડયો હતો.આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.વધુમાં,આરોપીએ કિશોરી પાસેથી પડાવી લીધેલી સોનાની કડીઓ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:27 am IST)