ગુજરાત
News of Friday, 19th August 2022

વડોદરામાં જાંબુવા બ્રિજ નજીક ટ્રક ચાલકે વેપારીને હડફેટે લેતા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેર નજીક હાઇવે પર  જાંબુવા નદીના સાંકડા બ્રિજ પર એક  ટ્રક ચાલકે વેપારીને અડફેટે લેતા વેપારી ટ્રકના  પાછળના ટાયર નીચે કચડાઇ ગયા હતા.જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો  પાસેથી મળતી માહિતી મુજબ,માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલી નક્ષત્રમ સોસાયટીમાં રહેતા મુકેશસિંહ માધવસિંહ રાજની કરજણમાં જંતુનાશક દવાઓની દુકાન છે.તે રોજ ઘરેથી કરજણ જાય છે.ગઇકાલે સાંજે તેઓ કાર લઇને પરત ઘરે આવતા હતા.તે સમયે જાંબુવા નદીના સાંકડા બ્રિજ  પાસે તેઓ કાર સાઇડ પર ઉભી  રાખીને લઘુશંકા માટે ગયા હતા.તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા પાછળના ટાયર નીચે ચગદાઇ ગયા હતા.અને સ્થળ પર તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.અકસ્માત પછી ટ્રક ચાલક સ્થળ પર   ટ્રક છોડીને ભાગી ગયો હતો.મકરપુરા પોલીસે અંગે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:28 am IST)