ગુજરાત
News of Friday, 19th August 2022

શામળાજીમાં પણ મેશ્વો ડેમ ઓવરફ્લો થયો :ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત

આંબલી નાકા વેસ્ટ વિયર પર ઓવરફલો પાણી નીકળ્યું:15થી વધુ ગામોને એલર્ટ રહેવા સૂચના

 
અરવલ્લીના શામળાજીમાં પણ મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. મેશ્વો ડેમ છલોછલ થતા આંબલી નાકા વેસ્ટ વિયર પર ઓવરફલો પાણી નીકળ્યું હતું. જેને લઈને તંત્રએ 15થી વધુ ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મેશ્વો ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે.

 

(11:55 am IST)