ગુજરાત
News of Friday, 19th August 2022

ATS દ્વારા 1125 કરોડના MD ડ્રગ કેસમાં વધુ ચારની ધરપકડ, રાજસ્થાન-મુંબઈના માફીયાઓને પડકવા ટીમ રવાના

ડ્રગ કેસમાં ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દિનેશ, દિલીપ અને વિજય પણ આ લોકો ના ભાગીદાર છે અને આ લોકો ભરૂચમાં પ્રોસેસ કરીને બાકીનુ પ્રોસેસ વડોદરાના સાવલીમાં લાવીને કરતા હતા.

અમદાવાદ : ગુજરાત ats છેલ્લા થોડા વર્ષો માં પાકિસ્તાન થી મોકલવા માં આવતા ડ્રગ ઉપર પડા પડી ઓપરેશન કરી હજારો કરોડોનું ડ્રગ પકડી પાડેલ છે અને દેશના યુવાધનને બરબાદ કરવામાં આવતા ષડયંત્ર ને પર્દાફાશ કરી એક બાદ એક ડ્રગ માફીયાઓની કમર તોડી છે, પરંતુ હવે તો એક ગંભીર વાત સામે આવી છે અને જેમાં દરિયા નહિ પરંતુ વડોદરા શહેર પાસેથી ફેક્ટરીમાં બનાવવામાં આવી રહેલ md ડ્રગના રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ અને ફેક્ટરીમાં બનાવવામાં આવતું md ડ્રગ કબ્જે કરી ને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાત atsની માહિતીના આધારે વડોદરાના સાવલીમાં આવેલ મોકસી ગામમાં આવેલ ફેકટરીમાં દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી અને ત્યાંથી 1125 કરોડનું આશરે 225 કિલો md ડ્રગને પકડી પાડેલ. atsને માહિતી મળી હતી કે, આરોપી દિનેશ અને તેનો ભાગીદાર પિયુષ બંન્ને ભેગા થઈને અંકલેશ્વરના રેહવાસી રાકેશ વકાની, વિજય વસોયા અને દિલીપ વઘાસિયા મારફતે આ ડ્રગ તૈયાર કરાયેલ છે અને આ લોકો ડ્રગ નું વેચાણ કરી ને 14 લાખ ભેગા કર્યા હતા.
તપાસ માં સામે આવ્યું છે કે, આરોપી દિનેશ, દિલીપ અને વિજય પણ આ લોકો ના ભાગીદાર છે અને આ લોકો ભરૂચમાં પ્રોસેસ કરીને બાકીનુ પ્રોસેસ વડોદરાના સાવલીમાં લાવીને કરતા હતા. સાવલીમાં તેને સૂકવીને આગળની પ્રોસેસ કરતા હોવાનુ સામે આવ્યું હતું. આ લોકો દિનેશ ધ્રુવ, ઇબ્રાહીમડોડીયા મુંબઈના અને તેના મિત્ર બાબા અને રાજસ્થાનના એક વ્યક્તિને આ md ડ્રગ આપતા હોવાનુ સામે આવ્યું હતું.
ગુજરાત ats દ્વારા 2 લોકોની ધરપકડ કર્યા બાદ વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં દિલીપ વઘાસિયા, દિનેશ ધ્રુવ, રાકેશ મકાણી અને વિજય વસોયાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ પણ છે કે, આ મામલે મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ માફીયાઓ હાલ પણ ફરાર છે અને જેમને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. ત્યારે આ લોકોની ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

 

(12:13 pm IST)