ગુજરાત
News of Friday, 19th August 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સૌંદર્ય ચોમાસામાં ખીલ્યું: જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસીઓની વધી જામી

વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જન્માષ્ટમીની રજાઓ હોઈ ભીડ ઉમટી પડી છે. આંકડા મુજબ, છેલ્લા 5 દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તેમજ હજી શુક્ર, શનિ અને રવિવારની રજાઓ બાકી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ 3 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. તાજેતરમાં રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટની રાજાઓમાં લગભગ 2.5 લાખ પ્રવસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથેના તમામ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના લગભગ 20 થી 25 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે કોરોનાકાળ હતો ત્યારે સ્ટેચ્યુ બંધ રાખવામાં આવ્યું હતું, હાલ જયારે કોરોનાકાળ પૂર્ણ થયો છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ અને તેના બીજા અલગ અલગ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે.

જંગલ સફારી પાર્ક, ફ્લાવર ઓફ વેલી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક સહિતના પ્રોજેક્ટની પણ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. હાલ જન્માષ્ટમીની રાજાઓ આવી રહી ત્યારે તેની રજાઓમાં પણ લગભગ 3 લાખ પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે તેવુ લાગી રહ્યું છે.

જ્યારે હાલ નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ કારણે સ્ટેચ્યુની આજુબાજુના ડુંગરો પણ હરીયાળી છવાઈ છે, ડુંગરો લીલાછમ થઈને જીવંત થઈ ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે નજારો જોઈને પ્રવાસીઓ ખુબ જ ખુશ થઈ રહ્યાં છે.    

(1:43 pm IST)