ગુજરાત
News of Friday, 19th August 2022

દાહોદમાં રાત્રે હીટ અન્ડ રનની ઘટના . લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત

અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજા: ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો

દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે
    
    
    

 

(2:44 pm IST)