ગુજરાત
News of Friday, 19th August 2022

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ કાર ઘુસતા ગમખ્વાર અકસ્માત: ચાર લોકોના મોત

અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં  ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

(2:49 pm IST)