ગુજરાત
News of Friday, 19th August 2022

હીરા-રોકડ મળીને 32.41 લાખના મુદ્દામાલ કબજે

તહેવારોમાં બંધ રહેતા કારખાનામાં હાથફેરો કરનારા તસ્કરો ઝડપાયા

સુરત: જિલ્લા એલસીબી (LCB) ને મળી મોટી સફળતા મળી હતી.નર્મદા જિલ્લામાં થયેલ 70 લાખની હીરા ચોરી ભેદ ઉકેલાયો હતો.સુરત જિલ્લા એલસીબી એ કામરેજ નજીક થી 2 આરોપી ની  ધરપકડ કરી હતી. સાથે જ હીરા નો જથ્થો, રોકડ મળી 32 .41 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરત જિલ્લા પોલીસને મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. 
 
ઘટના એવી હતી કે રક્ષાબંધનના પર્વના આગલા દિવસે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે હીરાના કારખાનાને નિશાન બનાવીને ચોરોએ કારખાનાની તિજોરીને તોડી ને 8 હજાર નંગથી વધુ હીરા તેમજ રોકડ ની ચોરી થઈ હતી. જે બાબતે ડેડીયાપાડા પોલીસ માં ચોરી અંગે ગુનો દાખલ કરાયો હતો. સુરત તરફ જિલ્લા પોલીસ પણ વોચ માં હતી. બાતમી આધારે કામરેજ કડોદરા હાઈ વે પર ચોરી ના મુદ્દામાલ સાથે બે આરોપી ની ધરપકડ કરી હતી.
 
સુરત જિલ્લા પોલીસ એ મોટી ચોરી નો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તમામ આરોપીઓ તહેવાર ના દિવસે બંધ થનાર કારખાના અંગે માહિતી મેળવી આગલા દિવસે રેકી કરતા અને ચોરી ને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ એ તેમની પાસે થી 8 હજાર થી વધુ નંગ હીરા , અન્ય હીરા વેચી મેળવેલ 5 લાખ રૂપિયા , મારુતિ વાન તેમજ સામાન મળી કુલ 32.41 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

 

(3:27 pm IST)