વલસાડમાં જન્માષ્ટમીના મંડપની અંદર જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા
જુગાર દરોડાના સ્થળેથી ૨૨૬૭૦ રોકડ, કાર, ૮ બાઇક, ૧૬ મોબાઇલ મળીને કુલ ૪.૨૩ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત ર્ક્યો
વલસાડ: વલસાડ સિટી પોલીસની ટીમે સાતમ આઠમના તહેવારને લઈ પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન સીટી પોલીસની ટીમને બાતમી મળી કે વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં રામવાડી ચોકની બાજુમાં આવેલા જન્માષ્ટમીના મંડપમાં કેટલાક ઈસમો તીન પત્તિનો હાર જીતનો જુગાર રમી.રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલોસે મળેલી બાતમીના અધરે પોલીસે ખાનગી વાહનમાં જતા કુલ 17 લોકો અષ્ટમીના મંડપની આડમાં તીન પત્તિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસને 22670 રૂપિયા રોડક જુગારમાં રમતા મળી આવેલ સાથે પોલીસ દ્રારા સ્થળ પરથી 1 કાર,8 બાઈક સહિત 16 મોબાઈલ મળી કુલ રૂપિયા 4 લાખ 23 હજારનો મુદામાલ જપ્ત કરી 17 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સતામ આઠમ ઉપર રમાતો જુગાર અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સુચનના આધારે વલસાડ સીટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન શહેર પોલીસ મથકના PI દિપક ઢોલને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં રામવાડી ચોકમાં બાંધવામાં આવેલ જન્માષ્ટમીના મંડપમાં કેટલાક ઈસમો તીન પત્તીનો હરજીતનો જુગાર રમી તથા રામડી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલીસને મળેલી બાતમીના આધારે બાતમીવાળા વિસ્તારમાં બનેલા જન્માષ્ટમીના મંડપમાં ચેક કરતા કેટલાક ઈસમો સતામ આઠમનો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હતા. 17 ઇસમોને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. વલસાડ સીટી પોલીસે દાવ ઉપર લાગેલા રોકડા 22,670/-, 1 કાર, 8 બાઈક અને 16 મોબાઈલ મળી કુલ 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ સીટી પોલીસ મથકે 17 શકુનીઓ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.