ગુજરાત
News of Friday, 19th August 2022

ટિંબાપાડા ગામની રાઈસ મિલના છાપરે દેખાયેલા નાગને પકડી જંગલમાં છોડતા જીવદયા પ્રેમી ભાવિન વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ટિંબાપાડા ગામમાં આવેલી એક રાઈસ મિલમા નાગ નિકળતા તેને પકડી નજીકના જંગલમાં છોડી લોકોને ભય મુક્ત કરતા જીવદયા પ્રેમીનો સૌએ આભાર માન્યો હતો
મળતી માહિતી મુજબ ટિંબાપાડા ગામે આવેલી હિતેશભાઈ વસાવાની રાઈસ મિલની એક ઘંટી માં સાપ દેખાતા ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હોય આ માટે જીવદયા પ્રેમી ભાવિનભાઈ વસાવાને બોલાવતા તેઓ ત્યાં રસ્ક્યું કરે તે સમયે જાણવા મળ્યું કે આ સાપ નહિ બલ્કે નાગ છે, આ નાગ રેસકયુ સમયે ઘંટીમાથી નિકળી મિલના છાપરે ચઢી ગયો હતો જેથી ભાવિન વસાવા એ છાપરે ચઢી નાગને જીવના જોખમે પકડી નજીકના જંગલ માં સલામત રીતે છોડી મૂકતા લોકો ભય મુક્ત થયા હતા .

(10:22 pm IST)