ગુજરાત
News of Friday, 19th August 2022

દેડીયાપાડા પોલીસે રૂ.4.38 લાખના દારૂનો મુદ્દામાલ ઝડપી 4 સામે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડા પોલીસે તહેવારો ને અનુલક્ષીને પ્રોહી.જુગાર જેવી અસામાજીક પ્રવિતીઓ નાબુદ થાય તે માટે પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ તરફથી સુચનાઓ મળેતા ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી એ.એસ.વસાવા પો.સબ. ઇન્સ . દેડીયાપાડા પો.સ્ટે . તથા પોલીસ સટાફના માણસો પ્રોહી / જુગારની ડ્રાઇવમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળતા આ બાતમી આધારે રાલ્દા બસ સ્ટેશન ખાતે આવી બાતમીવાળા વાહનની વોચ તપાસમા ઉભા હતા ત્યારે એ ટેમ્પો આવતા ટેમ્પામા સુકા ઘાસની આડમા સંતાડેલ અલગ - અલગ બ્રાંડની ઇગ્લીશ દારૂની ૭૦ પેટીઓમા અંગ્રેજી દારૂ અને બિયર નો રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ તેમજ મોબાઈલ નંગ - 2 કિંમત રૂપિયા 15,000 અને ટેમ્પો કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂપિયા 4.38 લાખનો મુદ્દામાલ ઝડપી ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

(10:26 pm IST)