ગુજરાત
News of Monday, 20th September 2021

વડોદરા જિલ્લાના કરજણ નજીક હાઇવે પર દારૂ ભરેલ ટેમ્પા સાથે પોલીસે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડયા

વડોદરા:જિલ્લાના કરજણ પાસેના નેશનલ હાઈવે પર ભરથાના ટોલનાકા પર દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો સાથે રાજસ્થાનના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. અંગેની વિગત એવી છે કે જિલ્લા એલસીબીની ટીમને મળેલી બાતમી મુજબ ટોલનાકા પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પામાં દારૂની 3588 બોટલો મળી હતી. પોલીસે કુલ રૂ.6.97 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ કરતા ટેમ્પાની નંબર પ્લેટ પણ ખોટી લગાડી હોવાનું જાણવા મળ્યું હતું. દારૂની બોટલો પર બેચ નંબર અથવા મેન્યુફેક્ચર તારીખનો ઉલ્લેખ હતો.

પોલીસે રાજસ્થાનના રહીશ બે શખ્સો મહાવીર ફોજસિંગ પુરાવત અને પર્વતસિંહ ઉકારસિંહ રાઠોડની અટકાયત કરી બંનેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા રાજુએ મોકલ્યો હતો અને ગુજરાતમાં ચાચા નામના શખ્સને આપવાનો હતો.

 

(5:25 pm IST)