ચંદની પડવાના પર્વ માટે સુમુલ ડેરી સજ્જ : 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ
ગત વર્ષે સુમુલ ડેરીએ 560 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 80 ટન ઘારીનું વેચાણ કર્યું આ વર્ષે 40 રૂપિયાના વધારા સાથે 100 ટન ઘારી વેચવાનો લક્ષ્યાંક
સુરત :આગામી ચંદની પડવાવના પર્વને ધ્યાનમાં રાખી સુમુલ ડેરી સજ્જ છે,ચંદની પડવાના દિવસે ઘારી ડિમાન્ડ ખુબ જ હોય છે અને આ ડિમાન્ડને પહોંચી વળવા સુમુલ ડેરીએ 100 ટન ઘારી બનાવવાના ટાર્ગેટ સાથે તૈયારીઓ કરી છે.ગત વર્ષે સુમુલ ડેરીએ 560 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 80 ટન ઘારીનું વેચાણ કર્યું હતું.આ વર્ષે 40 રૂપિયાના વધારા સાથે 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ છે.
આ સાથે જ સુરત અને વ્યારામાં લોકોને ઘારી મળી રહે તે માટે ઓનલાઈન સેવાનો પણ આરંભ કરવામાં આવશે. બજાર ભાવ કરતા સસ્તામાં સારી ઘારી પૂરી પાડવાનો સુમલુ દ્વારા દાવો કરવામાં આવે છે અને એટલે જ લોકો આ ઘારી ખરીદવામાં તત્પર દેખાય રહ્યા છે.
ચંદની પડવાના દિવસે સુરતમાં ઘારીની ખુબજ ડિમાન્ડ હોય છે, અને એટલે જ મિઠાઈ વિક્રેતાઓ ઘારીમાં પણ અનેક વેરાયટી અને ફેલેવર લઈને આવ્યા છે. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ 11થી વધુ વેરાયટીઓ વાળી ઘારીઓ બજારમાં વેચાવા લાગી છે.
ગોલ્ડન ઘારીથી લઈ બચ્ચપન કા પ્યાર વાળી ઘારીઓ પણ બનાવવામાં આવી છે. આ અલગ વેરાયટીઓની ઘારીની ખુબજ માંગ જોવા મળી રહી છે. આ અલગ પ્રકારની ઘારીનો સ્વાદ માણવા ગ્રાહકો તલપાપડ થઈ રહ્યા છે.ઘારીની કિંમત પર નજર કરવામાં આવે તો 700થી લઈ 9 હજાર રૂપિયા પ્રતિ કિલો ઘારી બજારમાં વેચાઈ રહી છે.