ગુજરાત
News of Friday, 20th November 2020

રાષ્ટ્રીય સહકારી મહાસંઘમાં દિલીપ સંઘાણી બિનહરીફ

જયોતિન્દ્રમામા અને ઘનશ્યામભાઇ અમીનની પણ ઉમેદવારી : ૨૩ મીએ ચેરમેનની ચુંટણી

રાજકોટ તા. ૨૦ : દેશની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા રાષ્ટ્રીય સહકાર મહાસંઘના ૧૯ ડીરેકટરો ચુટવા માટે ચુંટણી યોજાઇ છે. ચેરમેનની ચુંટણી તા. ૨૩ મીએ યોજાશે. ગુજરાતમાંથી ડીરેકટર પદ માટે દીલીપભાઇ સંઘાણી (ઇફકો), જયોતિન્દ્રભાઇ મહેતા અને ઘનશ્યામભાઇ અમીને અલગ અલગ વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલીપભાઇ સંઘાણીનું ફોર્મ માન્ય થઇ ગયુ છે. તેમની સામે કોઇ ઉમેદવાર ન હોવાથી તેઓ બીનહરીફ ચુંટાવાનું નિશ્ચિત મનાય છે. તેઓ ચેરમેન પદના પણ સબળ દાવેદાર મનાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાની  સ્થાપના ૧૯૨૯ માં થઇ હતી.  શરૂઆતમાં તેનું નામ ઓલ ઇન્ડિયા કો ઓપરેટીવ ઇન્સ્ટીટયુટ એસો. હતુ. ત્યાર બાદ ૧૯૬૧ માં નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા રાખવામાં આવ્યુ. સંસ્થાની મુખ્ય કામગીરી દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનું છે. હાલ દેશની સ્ટેટ અને મલ્ટી સ્ટેટ લેવલની ૨૪૨ સંસ્થા તેની સદસ્ય છે.

(3:33 pm IST)