ગુજરાત
News of Friday, 20th November 2020

પામોલીનના ભાવ ભડકે બળે છે : ઓલટાઇમ હાઇ

નમકીન અને ફરસાણ વાળાઓની માઠી દશા : હહુતક અને જથ્થાબંધ ભાવોમાં ૧૦ થી૨૦ રૂ.નો સીધો ઉછાળો

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી પામોલીન તેલના ભાવોમાં બેહદ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે મળતા અહેવાલો મુજબ પામોલીન તેલમાં એક ડબ્બાના ભાવ ૧૬૨૦ જેવા ઓલટાઇમ હાઈ થઈ ગયા છે. જેના લીધે નમકીન બનાવનારાઓ અને ફરસાણ બનાવનારા વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે.

બજારમાં એવી ચર્ચા છે કે ચીને બેફામ સીંગતેલની ખરીદી શરૂ કરી હોય પામોલીનના ભાવ આસમાને પહોંચ્યા છે. કોઈને સમજાતું નથી કે પામોલીનના ભાવ શા માટે વધે છે. સામાન્ય રીતે દિવાળી પહેલા અને દિવાળી પછીના આ દિવસોમાં પામોલીનના ભાવોમાં દ્યટાડો જોવા મળતો હોય છે તેના બદલે વિક્રમ સર્જક સપાટીએ પામોલીનના ભાવ આજે પહોંચ્યા છે.

મળતી વિગતો મુજબ હોલસેલ ફરસાણ અને નમકીનના ભાવોમાં દસ રૂપિયા સુધીનો અને રિટેલ છૂટક વેચાણમાં કિલોએ ૨૦ રૂપિયા સુધીનો ભાવ વધારો લાગુ પડ્યો છે. રાજકોટના કેટલાક ઉત્પાદકો અને સંદીપ નમકીનના શ્રી સંદીપ રૂપાણી અને શ્રી બકુલ રૂપાણી તેમના ગ્રાહકોને એવું કહેતા જોવા મળે છે કે ચારેકોર ભાવ વધારો અત્યારે થઈ રહ્યો છે ત્યારે આ ભાવ વધારાથી કોઈએ દુઃખ લગાવવું નહીં !!

(3:38 pm IST)