ગુજરાત
News of Friday, 20th November 2020

સુરતમાં મોરાભાગળ નજીક સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ 8.20 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરના મોરાભાગળ સ્થિત ગુરૂકૃપા સ્કુલની બાજુમાં આવેલી દેવઆશિષ સોસાયટીના ઘર નં. 62 માં રહેતા અને ખાનગી ઇલેક્ટ્રીક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિજય જ્યંતિ પ્રજાપતિ (ઉ.વ. 31) બુધવારે રાત્રે જમ્યા બાદ પત્ની પ્રિતી તથા પુત્ર નક્ષ અને પુત્રી મોક્ષા પહેલા માળે સુઇ ગયા હતા. 

દરમ્યાનમાં રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળીને અને મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી ગ્રાઉન્ડ ફલોરના ભાગે બેડરૂમના લાકડાના કબાટની તિજોરી તોડી તેમાંથી સોનાનો 3 તોલાના બે સેટ રૂા. 2.10 લાખ, સોનાના 2 તોલાના બે પાટલા રૂા. 70 હજાર, 3 તોલાનું મંગળસૂત્ર રૂા. 1.05 લાખ, સોનાની 2 ચેઇન ત્રણ તોલાની રૂા. 1.05 લાખ, સોનાની કંઠી બે તોલાની રૂા. 70 હજાર, 2 નંગ વીંટી 12 ગ્રામ વજનની રૂા. 40 હજાર, બ્રેસલેટ 1 તોલા વજનનું રૂા. 35 હજાર, દોઢ તોલાનું પેન્ડલ રૂા. 45 હજાર અને રોકડા રૂા. 35 હજાર મળી કુલ રૂા. 8.20 લાખની મત્તાની ચોરીને રવાના થઇ ગયા હતા.

(5:07 pm IST)