ગુજરાત
News of Friday, 20th November 2020

હિટ એન્ડ રન:ગાંધીનગર જિલ્લા નજીક સાંજના સુમારે વોક કરતા શખ્સને અજાણ્યા લેતા સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર: જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક ધોળાકુવા પાટીયા પાસે પણ દિવાળીની સાંજે ચાલતા જઈ રહેલા યુવાનને કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો અને જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો. 

જયાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત થયું હતું. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા દોડધામ શરૂ કરી છે તો યુવાનની ઓળખ માટે પણ પોલીસે મથામણ શરૂ કરી છે.

(5:11 pm IST)