ગુજરાત
News of Friday, 20th November 2020

ગાંધીનગરમાં નવા વર્ષની શરૂઆતમાં જુગાર રમતા 22જેટલા શખ્સોને ઝડપી પોલીસે 40 હજારથી વધુની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં દિવાળી અને નવા વર્ષ પર્વ દરમ્યાન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન જુગારીઓને ઝડપી પાડયા હતા. જિલ્લાના રાંધેજા, પલિયડ, પાનસર ચોકડી, કરાઈ તેમજ કલ્યાણજીના મુવાડા વિસ્તારમાંથી કુલ રર જેટલા જુગારીઓને ઝડપી તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી ૪૦ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી હતી. નવા વર્ષે પણ જુગારીઓ જપ્યા નથી અને પોલીસ પણ તેમને પકડવા દોડતી રહી છે. 

જિલ્લામાં આમતો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ ફુલી ફાલતી હોય છે પરંતુ હવે વારે તહેવારે ઠેકઠેકાણે જુગારની પ્રવૃતિ ચાલતી હોય છે ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા માટે સતત દોડી રહી છે. દિવાળી પર્વ અને નવા વર્ષમાં પોલીસે જુગારીઓ સામે કાર્યવાહી યથાવત જ રાખી હતી. જેમાં પેથાપુર પોલીસની ટીમે રાંધેજા ગામની ભાગોળે તળાવ કિનારે જુગાર રમતાં રાંધેજા ગામના દિનેશજી તખાજી ઠાકોર, ભીખાજી પ્રહલાદજી ઠાકોર, અલ્કેશ ઉર્ફે પ્રકાશ પ્રહલાદજી ઠાકોર અને સુનિલ રમેશભાઈ દંતાણીને ઝડપી પાડયા હતા. તો કલોલ શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન પાનસર ચોકડી નજીક જુગાર રમતાં રાજુજી ચંદુજી ઠાકોર રહે.પાનસર ચોકડી, યુસુફ મહંમદ ફકીર મહમદ ફકીર રહે.જીઈબીની સામે, કલોલ, ફકરુદીન રહીમભાઈ અજમેરી રહે.પાનસર ચોકડી, ઉસ્માનગીરી ઉમરભાઈ શેખ રહે.પાનસર ચોકડી અને રહીમપુરા કલોલના રબીયુદ્દીન ઉર્ફે બાબુભાઈ અકબરભાઈ સૈયદને જુગાર રમતાં ઝડપી પાડી પપ૪૦ની રોકડ કબ્જે કરી હતી. તો કલોલ તાલુકા પોલીસે પલિયડથી ખોરજડાભી જતાં રોડ ઉપર હોટલ પાસે જુગાર રમતાં જીગ્નેશ ઉર્ફે જીગો ભરતભાઈ પટેલ રહે.વચલીશેરી, પલિયડ, કિર્તન રમેશભાઈ પટેલ રહે.૧૮ શાલીગ્રામ સોસાયટી બોરીસણા, અલ્પેશ બાબુભાઈ પટેલ રહે.મકાન નં.ઈ-પ૦૨, સ્નેહગ્રીન રેસીડેન્સી, પંચવટી બોરીસણા, સંજય શિવાભાઈ પટેલ રહે.૧, પંચામૃત સોસાયટી વિભાગ-ર પંચવટી અને નિલેશ શૈલેષભાઈ પટેલ રહે.૧૧ ગંગા જમના સોસાયટી, હનુમાનજી મંદિર પાસે પંચવટીને ઝડપી પાડી ૧ર૦૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ડભોડા પોલીસે કરાઈ ગામે પાણીની ટાંકી પાસે જુગાર રમતાં કાંતિજી શનાજી ઠાકોર રહે.નાના ચિલોડા શ્રીનંદ ફ્લોરા, ભીખાજી મોતીજી વણઝારા રહે.ઈન્દિરાવાસ કરાઈ અને બાબુભાઈ નરસીભાઈ પરમાર રહે.૧૦૯, અનિલ વકીલની ચાલી, નરોડાને જુગાર રમતાં ઝડપી ૧૧૩૮૦ની રોકડ કબ્જે કરી હતી તો રખિયાલ પોલીસે પણ પેટ્રોલીંગ દરમ્યાન ઉદયનગર કલ્યાણજીના મુવાડા ખાતે બોર કુવા ઉપર દરોડો પાડી કલ્યાણજીના મુવાડા ગામે રહેતા ભુપતસિંહ માલસિંહ ઝાલા, લાલસિંહ રામસિંહ ઠાકોર, કનુસિંહ જવાનસિંહ ઠાકોર, ખાખરા ગામે રહેતા ભારતસિંહ ચંદુસિંહ ઝાલા, ભારતસિંહ કલ્યાણસિંહ ઝાલાને ઝડપી પાડી ૧૨૧૭૦ની રોકડ કબ્જે કરી હતી. 

(5:12 pm IST)