ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ માટે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર રાખેલ ગાડીની હડફેટે સાયકલ સવારનુ મોત થતા અરેરાટી

અમદાવાદ અમદાવાદમાં નહેરૂબ્રિજ પર AMC ના કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીએ એક સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર AMC દ્વારા કોવિડના સમયમાં ટેસ્ટિંગ અને કોરોના અંગેની કામગીરી માટે કેટલીક ગાડીઓ કોન્ટ્રાક્ટ પર સંચાલિત કરવામાં આવી રહી છે. આજે સવારે નહેરુબ્રિજ પર કાર પસાર થઇ રહી હતી તે સમયે તેણે એક સાયકલ સવારને અડફેટે લીધો હતો. જેના પગલે સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

ઘટના અંગે માહિતી મળતા B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાડી ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું અકસ્માત નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે.

(5:26 pm IST)