ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદમાં રેલવે-વિમાની મુસાફરોને આવવા -જવા માટે કાલુપુર રેલવે સ્ટેશને વિવિધ રૂટની 34 બસ મૂકાઇ

દરેક રુટ માટે આશરે બે બસની વ્યવસ્થા: એરપોર્ટ માટે બોર્ડિંગ પાસ રાખી ટેક્સી દ્વારા જઇ શકાશે

અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન રેલવેના મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઇ છે. સાથે  વિમાની મુસાફરોને આવવા-જવા રાહત રહેશે.વક્રેલા કોરોનાને પગલે શુક્રવાર રાત 9 વાગ્યાથી 57 કલાકનો કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તેના માટે કાલુપુર રેલવે સ્ટેશન વિવિધ રુટની 34 બસો મૂકવામાં આવી છે.

રેલવે અને વિમાની મુસાફરોએ તેમની પાસે રેલવે ટિકિટ અને બોર્ડિંગ પાસ રાખવાના રહેશે. જેના સહારે તેમને રેલવે સ્ટેશન, એરપોર્ટ કે જેતે સ્થળે પહોંચવામાં સહેલાઇ રહેશે.

સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયું હતું કે કરફ્યૂમાં રેલવે મુસાફરોને તકલીફ ન પડે તે માટે કાલુપુર સ્ટેશને 40 બસો મૂકવામાં આવી છે.જેમાંથી 34 બસો વીવિધ રુટ માટે છે. જેમાં લાંભા, સીલજ ગામ. સરખેજ ગામ, મણીનગર, ચાંદલોડિયા નરોડા, વાંચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જાહેરાત મુજબ દરેક રુટની આશરે બે-બે બસો છે.

 

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં તારીખ 21 અને 22 નવેમ્બરે સંપૂર્ણ કરફ્યુ રહેશે. ત્યારે આ કરફ્યુ દરમિયાન રેલવે અને ફ્લાઇટથી પરત આવતા મુસાફરોને પોલીસ અટકાવી શકશે નહીં. મુસાફરો માન્ય ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને પોતાના ઘરે જઇ શકશે.આ બસ વ્યવસ્થા ટ્રેનના સમય પ્રમાણે ગોઠવવામાં આવશે. તેથી મુસાફરોને કોઇ તકલીફ પડશે નહીં.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ પોલીસ કર્મીઓને કરફ્યૂ દરમયાન લોકો સાથે ઘર્ષણમાં ન ઉતરવા સુચના આપી છે.

 કરફ્યૂ દરમિયાન અમદાવાદ રુટની આશરે 300 એસટી બસોનું સંચાલન અટકાવી દેવાયું છે. અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ પણ બંધ રહેશેરાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરફ્યુના નિર્ણય બાદ પોલીસ અલર્ટ થઇ છે. શહેરમાં પોલીસ અને AMC માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

શહેરમાં દવા અને દૂધની દુકાનો સિવાય સંપૂર્ણ બંધ રહેશે. ત્યારે કરફ્યુ દરમિયાન અવરજવર બંધ હોવાથી ફ્લાઇટ અને ટ્રેન મારફતે અમદાવાદ આવતા મુસાફરો મુંઝવણમાં હતા. જોકે રેલવે અને ફ્લાઇટથી આવતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે.કરફ્યૂ છે એટલે બેફામ ખરીદી કરવા નીકળી ન પડતા, અમદાવાદમાં અહીં 2 કલાકમાં 25ને કોરોના આવતા મોલ કરાવ્યો બંધ

આજે GRP-RPF-AMC દ્વારા રિવ્યુ બેઠક યોજાઇ હતી. GRP-RPF અને AMCની ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રેલવેના મુસાફારોને કરફ્યુ દરમિયાન તકલીફ નહીં પડે. મુસાફર ટિકિટ બતાવશે તો પોલીસ તેમને રોકી શકશે નહીં. લૉકડાઉન દરમિયાન બનાવેલ પદ્વતિ હાલમાં લાગુ રહેશે. બીજી તરફ કરફ્યુની અમલવારી પહેલા અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ ઉચ્ચ અધિકારિઓની બેઠક યોજાઇ હતી. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતા આયોજીત બેઠકમાં કરફ્યુની અમલવારી મુદ્દે ચર્ચા કરાઇ હતી.

બેઠકમાં કરફ્યુનું ચુસ્તપણ અમલવારી માટેના આદેશ અપાયા છે. પોલીસ અધિકારીઓએ કરફ્યુનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરી છે.કરફ્યુ દરમિયાન અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. કરફ્યુ દરમિયાન બહાર નીકળનાર સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

(7:59 pm IST)