ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદમાં રાત્રી કર્ફ્યુમાં ઓટલે બેસનારને ઝડપી લેવાશે :જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

કર્ફ્યુનો કડક અમલ કરાવાશે : કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ

અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કફર્યુંની જાહેરાત કર્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા કફર્યૂનું કડકપણે પાલન કરાવવામાં આવશે. કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. શહેરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે

જાહેરનામા મુજબ દૂધ અને દવાઓનું વિતરણ ચાલુ રહેશે,લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે,અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે,રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે,એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે,CA, ASC,CS સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓનું આઈકાર્ડ ફરજીયાત રહેશે,ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મંજૂરી.પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.તમામ પ્રકારના માલ સામાનના પરિવહનને મંજૂરી.તમામ છૂટછાટોમા ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.પેટ્રોલિયમ,CNG, LPG, પાણી, વીજ ઉત્પાદન સહિતની સેવાઓ ચાલુ રહેશે.

(8:12 pm IST)