ગુજરાત
News of Saturday, 21st November 2020

અંકલેશ્વરમાં બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાને 5 મિત્રોએ નશો કરાવી શારીરિક અડપલાં કર્યા

સગીરાએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે 5 મિત્રોની અટકાયત કરી

અંકલેશ્વર : સગીર યુવતીનું શારીરિક શોષણ થઈ રહ્યું હોવાના એક પછી એક બનાવો સપાટી પર આવતા જાય છે. હવે તો સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક થઈ ગયું હોય એમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વરમાં મિત્રની બર્થડે પાર્ટીમાં સગીરા ગઈ હતી ત્યાં 5 મિત્રોએ સગીરાને નશો કરાવી શારીરિક અડપલાં કર્યા હતા.

   નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરાએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે 5 મિત્રોની અટકાયત કરી હતી. આ બનાવમાં ખરેખર શું બન્યું હતું તે પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે.

(2:22 pm IST)