News of Saturday, 21st November 2020
વડોદરામાં ઘરખર્ચ બાબતે પતિ-પત્નીનો ઝઘડો થતા દંપતીએ દવા ગટગટાવતા અરેરાટી
વડોદરા: શહેરમાં ઘરખર્ચના પૈસા બાબતે ઝઘડો થતા આવેશમાં આવી ગયેલા પતિએ ફિનાઈલ પી લીધુ હતુ. જ્યારે પત્નીએ મચ્છર મારવારની દવા ગટગટાવી લીધી હતી. બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મકરપુરા જશોદા કોલોનીમાં રહેતા કૌશિક હરિભાઈ પાટણવાડિયા (ઉ.વ.૩૬) મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. આજે સવારે ઘરખર્ચના પૈસા બાબતે કૌશિકે અને તેની પત્ની કલ્પના વચ્ચે ઝઘડો થયો હતો. જેથી, આવેશમાં આવી પતિ-પત્નીએ ફિનાઈલ અને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બંનેની તબિયાત લથડતા ૧૦૮ પર કોલ કર્યો હતો. એમ્બ્યુલન્સમાં પતિ-પત્નીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે બંનેની હાલત સુધારા પર છે.
(5:10 pm IST)