ગુજરાત
News of Saturday, 21st November 2020

આણંદ નજીક પરિણીતા પર ચારિત્ર્ય અંગે શંકા કરી દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:ખાતે રહેતી પરિણીતાને તેના પતિ અને ઘરના સભ્યોએ ચારિત્ર્ર્ય અંગે શંકા કરીને દહેજમાં પાંચ લાખની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી કાઢી મૂકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ ખાતે રહેતી ફરિયાદી અફરોજા નોઅમાન પટેલના લગ્ન ગત તારીખ ૧૫-૧૧-૧૫ના રોજ જબુંસર તાલુકાના કાવી ખાતે રહેતા તલહા ઈબ્રાહીમભાઈ માલજી સાથે થયા હતા. શરૂમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ. પરંતુ ત્યારબાદ સાસુ હનીફાબેન, સસરા ઈબ્રાહીમભાઈ, જેઠ તોસીફભાઈ તેમજ નણંદ યાસ્મીનબેન દ્વારા તેણીના ચારિત્ર્ર્ય અંગે શંકા કરીને પતિને ચઢવણી કરતાં પતિ દ્વારા તેણી પર શારિરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. થોડા સમય બાદ તેઓ ભરૂચ ખાતે અલગથી રહેવા જતા રહ્યાં હતાં જ્યાં પતિ તલહાએ ધંધો કરતા માટે આઈસર ટ્રકની માંગણી કરતાં અફરોજાના પિયર પક્ષ દ્વારા તે માંગણી પણ પૂરી કરવામાં આવી હતી.

(5:14 pm IST)