ગુજરાત
News of Saturday, 21st November 2020

છટકામાં બબ્બે વાર બચી ગયેલા કઠલાલ તાલુકાના સર્કલ ઓફિસર વિરૂધ્ધ ACBએ લાંચની માંગણીનો ગુનો નોંધ્યો

વોઇસ રેકોર્ડિંગના પુરાવા આધારે લાંચની માંગણીનો ગુનો નોંધ્યો

અમદાવાદ : આખરે એસીબીએ 2018માં બબ્બે વાર લાંચના છટકામાં બચી ગયેલા માત્ર તાલુકાના સર્કલ ઓફીસર વિરુદ્ધ વોઇસ રેકોર્ડિંગના પુરાવા આધારે લાંચની માંગણીનો ગુનો નોંધ્યો છે. આરોપી કઠલાલ તાલુકામાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતાં. ત્યારે ગેસ ગોડાઉન અને ઓફીસ કરવા ભાડે લીધેલી ખેતીની જમીન એન.એ. કરી આપવા માટે ફરિયાદી પાસે રૂ. 45 હજારની લાંચ માગી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ થઈ હતી.

ખેડા જિલ્લાની કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે મોતીભાઈ કર્મસિંહભાઈ રબારી રહે, આર્શીવાદ પાર્ક, માધવની પોળ હોટલની પાછળ, એસ.પી.રીંગરોડ, વસ્ત્રાલ, સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે ફરિયાદીએ ગેસ ગોડાઉન અને ઓફીસ બનાવવા માટે ભાડે રાખેલી ખેતીની જમીન બિનખેતી કરવા અરજી કરી હતી. આઅંગે ગત તા. 19-11-2020ના રોજ ફરિયાદી મોતીભાઈ રબારીને મળ્યા હતા. આરોપીએ અભિપ્રાય આપવા માટે રૂ 50 હજારની લાંચ માગી બાદમાં 45 હજારમાં નક્કી થયું હતું

ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા ગત તા.20-11-2020ના લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું પણ મોતીભાઈ રબારીએ છટકા દરમિયાન લાંચની માગણી કરી ન હતી. તે પછી ફરી ગત તા.26-11-2020ના લાંચનું છટકું ગોઠવ્યું પણ આરોપી કચેરીમાં મળી ના આવતા એસીબીએ નિષ્ફળ છટકા તરીકે નોંધ કરી હતી.

જો કે બે વર્ષ સુધી મોતીભાઈ વિરુદ્ધની તપાસ બાદ ફરિયાદીએ જે તે સમયે મોતીભાઈએ કરેલી લાંચની માંગણીનું રેકોર્ડિંગ કર્યું હતું. જે આધારે આરોપી મોતીભાઈ વિરુદ્ધ પુરાવા મળતા ગુનો દાખલ કર્યો હતો. હાલમાં આરોપી માતર તાલુકા પંચાયતમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવે

(7:33 pm IST)