ગુજરાત
News of Saturday, 21st November 2020

રાજપીપળામાં વધતો કોરોના આંક ચિંતાજનક :નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં રાજપીપળા શહેરમાં વધુ જોવા મળ્યા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા શહેરમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે જેમાં નર્મદા જિલ્લામાં શુક્રવારે કુલ 13 કોરોના પોજેટિવ દર્દીઓમાં રાજપીપળા શહેરના 6 દર્દીઓ જોવા મળતા તંત્રમાં દોડધામ વધી છે.ત્યારે દિવાળીના પર્વમાં બહાર ગામ જતા કે અન્ય શહેરોમાંથી રાજપીપળા આવતા સંબંધીઓની તહેવારના કારણે વધેલી અવર જવર તેમજ ધાર્મિક સ્થળો, બગીચાઓ ,દુકાનોમાં ખરીદી માટે એકઠી થતી ભીડ પણ કોરોના સંક્રમણ વધારવા માટે એટલી જ જવાબદાર ગણી શકાય છે માટે સોસીયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે છતાં લોકો તહેવારની મઝા કરવામાં એટલા વ્યસ્ત થતા હોય કોવિડના નિયમોની પરવાહ કર્યા વિના કોઈ નિયમનું પાલન કરતા ન હોવાથી આખા ગુજરાત રાજ્યની સાથે સાથે રાજપીપળા શહેરમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

(10:41 pm IST)