ગુજરાત
News of Saturday, 21st November 2020

રાજપીપળામાં ભારત સરકાર દ્વારા કાર્યરત સખી વનસ્ટોપ સેન્ટરના 13 કર્મચારીઓને દિવાળી પહેલાથી પગાર માટે વલખા

ભારત સરકાર દ્વારા કાર્યરત આ સેન્ટરના કર્મચારીઓએ દિવાળીનો સૌથી મોટો પર્વ પણ પગાર વગર કાઢ્યો:સરકાર માંથી ગ્રાન્ટ નથી આવીની વાત અધકારીએ જણાવી હોય કર્મચારીઓની આર્થીક હલાત ખરાબ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ કે જે પીડિત મહિલાઓ માટે એક ઉત્તમ કાર્ય કરી તેમને આશ્રય સહિત જરૂરી સહાય કે માર્ગદર્શન આપે છે અને અત્યાર સુધી ઘણી સારી કામગીરી આ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ 6 મહિના જેવા સમયથી આ સ્યાફને જ સરકારમાંથી પગાર મળ્યો ન હોય તો એ કોની પાસે મદદ માંગે..?જેમાં ખાસ કરીને સૌથી મોટો દિવાળીના પર્વમાં  પગાર ન મળતા આ તમામ કર્મચારીઓની આર્થિક હલાત ખરાબ થઈ છે. ત્યારે હવે સરકારમાંથી ગ્રાન્ટ ક્યારે આવશે અને આ કર્મીઓનો પગાર ક્યારે થશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.
 આ બાબતે જિલ્લા બાળ વિકાસ અધિકારી, હસીનાબેન મન્સૂરી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે પગાર નથી થયો તે સાચી વાત છે, પરંતુ ગ્રાન્ટ આવશે તો બધા કર્મચારીનો પૂરો પગાર થઈ જશે આ બાબતે ઉપર રજુઆત કરી છે.

(10:49 pm IST)