ગુજરાત
News of Thursday, 10th June 2021

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેનના પતિએ આરોગ્ય અધિકારીને ફોન પર ધમકી આપતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીને ફોન પર ગમેતેવા શબ્દો બોલી ધમકી આપનાર આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ સામે ફરીયાદ દાખલ થતાં આરોગ્ય વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલએ આપેલી ફરીયાદ મુજબ આરોગ્ય સમિતિના ચેરેમેનના પતિ રજનીકાંત પરમારએ તેમને તારીખ ૩ જૂનએ ફોન કરીને ધમકી આપી કે તમે બે - ત્રણ અધિકારીઓ ભેગા મળી શનિવાર-રવિવારે પાર્ટી કરો છો ,દારૂ પીવો છો, મજા કરો કરો છો , અને મહિલા કર્મચારીઓને રાત્રે ઘરે બોલાવો છો, અને સોમવારે ઓફીસના વિધવા પટાવાળા બહેનો પાસે વાસણો ધોવડાવો છો,દબાણ, શોષણ કરો છો અને મન ફાવે તેની બદલી કરો છો તેમ કહી ગમે તેમ બોલી ધમકી આપી પોતાની ફરજ બજાવામાં દખલગીરી કરતા રાજપીપળા પોલીસે આ બાબતે રજનીકાંત પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:59 pm IST)