News of Thursday, 10th June 2021
દક્ષીણ ગુજરાતમાં એન્ટ્રી મારતા મેઘરાજા નવસારી જિલ્લામાં ૪ ઇંચ સુધીનો વરસાદ
(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ તા.૧૦, હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રીના એંધાણ આપ્યા છે ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો જલાલપોર ૧૦૩ મિમિ,નવસારી ૬૩ મિમિ, કપરાડા ૫૩ મિમિ, ઉમરગામ અને વાપી ૧૬-૧૬ મિમિ, ધરમપુર અને પારડી ૧૫-૧૫ મિમિ, માંગરોળ ૭ મિમિ વરસાદ નોંધાયો છે
તો ચીખલી ૫ મિમિ,વલસાડ ૪ મિમિ અને પલસાણા ૩ મિમિ વરસાદ નોંધાયો છે. આ લખાય રહ્યું છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.
(11:48 am IST)