ગુજરાત
News of Thursday, 10th June 2021

મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની પણ ધરપકડ

અમદાવાદના ચકચારી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી વસુલી મામલે : અગાઉ આ કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના નિરીક્ષક ગીતાબાનુ પઠાણ સહિત છને પકડવામાં આવેલ

અમદાવાદઃ સોશ્યલ મિડીયા ઉપર ફેક આઇડી દ્વારા લોકોને ફસાવ્યા બાદ તેમના વિરૂધ્ધ રેપ અને અન્ય કેસમાં ફસાવાની ધમકી આપી વસુલી કરવાના માલે ક્રાઇમ બ્રાન્ચે મહિલા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

અગાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા સ્ટેશનના તાત્કાલીક પોલીસ નીરીક્ષક સહીત ૬ ની ધરપકડ કરી હતી. ૨ ફેબ્રુઆરીએ મળેલ અરજીના આધારે તપાસ કરતા પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના નિરીક્ષક સહીતની સંડોવણી ખુલેલ. તપાસમાં તથ્યોના આધારે પોલીસે મહિલા સ્ટેશનના નિરીક્ષક ગીતાબાનુ પઠાણ સહીત ૬ની ધરપકડ કરેલ. ત્યારબાદ હેડ કોન્સ્ટબલ શારદાબેન નાનજીભાઇ ખાંટની પણ ધરપકડ કરી છે.

(4:07 pm IST)