ગુજરાત
News of Thursday, 10th June 2021

અમદાવાદમાં વાહનની ડેકીમાંથી ચોરી કરતી ગેંગના વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

અમદાવાદ: શહેરમાં વાહનની ડેકીમાંથી ચોરી કરતી ગેંગના વોન્ટેડ આરોપી રોજનીશ ધર્મેન્દ્ર ગુમાને(૨૭)ની ક્રાઈમ બ્રાંચે કુબેરનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી અટક કરી હતી.૨૦૨૦માં રોજનીશ અને તેના સાગરીતોએ એલિસબ્રિજમાં વાહનની ડેકીમાંથી પાંચ લાખ રોકડાની ચોરી કરી હતી. તે સિવાય મધ્યપ્રદેશના ઈન્દોરમાં વાહનની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનું જણાયું હતું.તેની સામે ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા અને રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(4:58 pm IST)