વડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 40 હજારની તસ્કરી કરી
વડોદરા:શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર સીતારામ નગરમાં બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો મકાનની બારી પર લાગેલું લાકડાનું પાટિયું તોડી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા 40 હજાર ઉપરાંતની મતા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ હરણી પોલીસ મથકે નોંધાયો છે
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલા સીતારામ નગરમાં રહેતા વદેસિંહ રાઠવા છૂટક મજૂરી કરે છે ગઇકાલે તેઓ મકાનને તાળું મારી સાઇડ ઉપર ગયા હતા જ્યાંથી પરત આવતા તિજોરીનો સામાન વેર વિખેર નજરે ચડયો હતો ચોરીની શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘરના દાદર ઉપરની બારીમાં લાગેલું લાકડાનું પાટિયું તોડી ઘરમાં પ્રવેશ લો અજાણ્યો તસ્કર રૂપિયા 13 હજાર રોકડા અને રૂપિયા 27700 ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં મળી 40700ની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.