ગુજરાત
News of Thursday, 10th June 2021

સુરત:મિત્રની 13 વર્ષીય દીકરીને ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 20 વર્ષની સખત કેદની સુનવણી કરી

સુરત: શહેરમાં મિત્રની 13 વર્ષીય દિકરીને ધાક ધમકી આપીને દુષ્કર્મ કરીને વતન ભગાડી જઇ પત્ની તરીકે રાખી ગર્ભવતી કરનારા 36 વર્ષીય રીક્ષા ડ્રાઇવરને સુરત કોર્ટે શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડના એક ગામમાં રહીને રીક્ષા ચલાવીને પેટિયુ રળતા રીક્ષા ડ્રાઇવર વીરસિંહ ઉર્ફે કલ્લુ હોતમસિંહ સિકરવાર (હાલ ..39 )એ 2018 ના અરસામાં તેના મિત્રની દિકરી 16 વર્ષ કરતા નાની 13 વર્ષની હોવાનું જાણતો હોવા છતા બાળકી સાથે સાથે પ્રેમ સંબંધ બાંધી તારા બાપે મારી પાસેથી પૈસા લીધા છે. તેમ કહીને ધમકાવીને શરીર સબંધ બાધી બળાત્કાર કર્યો હતો. રીક્ષા ડ્રાઇવરની હવસનો ભોગ બનતી રહી હતી. ત્યારબાદ લલચાલી ફોસલાવીને તે પોતાના વતન પંચમપુરા ગામ તા.જોહરાજિ.મુરૈના મધ્યપ્રદેશ લઇ ગયો હતો.

જયાં તેને પોતાની પત્ની તરીકે રાખી જો તુ મારી સાથે નહીં રહે તો તારા મા-બાપને માર મારીશ અને તને પણ મારીશ. તેવી ધમકી આપી વતનમાં બાળકીની લાચારીનો લાભ લઇ જબરદસ્તીથી અવારનવાર દુષ્કર્મબળાત્કાર કરી તેણીને ગર્ભવતી કરી હતી. અંગે સુરતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી રીક્ષા ડ્રાઇવરની ધરપકડ થતા કોર્ટમાં કેસની સુનાવણી ચાલી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ સુરતની કોર્ટે રીક્ષા ડ્રાઇવર વીરસિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (2),(આઇ ) (જે) (એન), 376 (3) હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૃા.10,000 નો દંડ અને દંડ નહીં ભરે તો વધુ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ભોગ બનનારને રૃા. લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કરાયો હતો.

(5:20 pm IST)