સુરત જીલ્લાના મહુવા તાલુકાના વેલણપુર નજીક અંબિકા નદીના પુલ ઉપરથી સગીર પ્રેમિકા સાથે યુવકે ૬૦ ફૂટ ઉંચા પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી
સુરત: આજના મોબાઈલ યુગમાં યુવા પેઢી ઝડપથી ધીરજ ગુમાવી રહી છે. નાની-નાની વાતો પર બાળકો તેમજ સગીરો મોતને વ્હાલું કરતા પણ અચકાતા નથી હતો. સુરત જિલ્લાના મહુવામાંથી એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે બપોરના સમયે એક પ્રેમી યુગલે પુલ પરથી જંપલાવીને પોતાનો જીવ ગુમાવી દીધો. આ ઘટના મહુવાના વેલણપુર ગામ નજીક અંબિકા નદી પર બનેલા પુલની છે. આ ઘટનામાં 19 વર્ષના યુવક અને 16 વર્ષીય સગીરાએ એકસાથે 60 ફૂટ ઊંચા પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. મૃતક યુવકની ઓળખ તેજસ તરીકે થઈ છે. બન્ને પ્રેમી-પંખીડાઓ એક્ટિવા લઈને પુલ ઉપર આવ્યા હતા અને પછી નીચે જંપલાવી દીધુ હતું.
પ્રેમી પંખીડાએ અંતિમ પગલું ભરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે, અમે અમારી મરજીથી આત્મહત્યા કરી રહ્યાં છીએ. મારી માતાને અમારાથી અનેક પ્રોબ્લેમ છે અને તેણે જ કહ્યું કે, જો જઈને મરી જો. આથી અમે આત્મહત્યા કરી રહ્યાં છીએ.
આ અંગેની જોણ થતાં ઘટના સ્થળે પ્રેમી યુવક અને સગીરના પરિવારજનો અને ગ્રામજનો એકઠા થઈ ગયા અને બન્ને પરિવારોમાં ગમગીની છવાઈ હતી. પ્રેમીએ આ સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રેમિકાને ટૈગ પણ કરી હતી.