ગુજરાત
News of Thursday, 10th June 2021

ગાંધીનગર નજીક આવેલ ન્યુ વાવોલની સકલ રેસિડેન્સીમાં યુવાને કરેલ આપઘાતનું રહસ્ય ખુલ્યું

ગાંધીનગર: શહેર નજીક આવેલા ન્યુ વાવોલની સકલ રેસીડેન્સીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો થયો છે તેણે લખેલી અંતિમ ચીઠ્ઠીમાં તેની વાગ્દત્તા કારણભુત હોવાનું અને રૃપિયા આપવા છતાં તેની રૃપિયાની ઉઘરાણી તેમજ સંબંધ કાપી નાંખવાની ધમકીથી કંટાળીને પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે જેના પગલે મૃતક યુવાનના ભાઈની ફરીયાદના આધારે સે- પોલીસે સે-૪ની યુવતિ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.      

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ન્યુ વાવોલના સંકલ રેસીડેન્સીના જે-૩૦૩માં રહેતા નવનીત ભોગીલાલ પટેલ અને તેનો ભાઈ વિપુલ પટેલ શાકભાજીનો વેપાર કરતાં હતાં. વિપુલે ખોરજ નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો ત્યારે સંદર્ભે તેના ભાઈ નવનીત પટેલે સે- પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે વિપુલે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે મારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો માફ કરજોમારે જીવવુ નથીમરવું પડે તેમ છે. મારે મરવાનું કારણ રીન્કુ રમેશભાઈ માલાણી છે. તેના કારણે આત્મહત્યા કરૃ છું. મારૃ જીવન હરામ કરી દીધું છે. રીન્કુએ કોઈ કદર ના કરી. મા-બાપની આબરૃ કઢાવી દીધી છે. મારા મમ્મીના ગોલ્ડ કનુભાઈ સરગાસણવાળા પાસે છે. મેં રીન્કુ માટે મુકેલા છે. એક વર્ષ અગાઉ વિપુલના રીન્કુ સાથે સંબંધ નક્કી થયો હતો. જેથી રીન્કુએ અવારનવાર રૃપિયાની માંગણી કરતી હોવાથી બીજા મિત્રો પાસેથી પણ રૃપિયા લઈને રીન્કુને આપ્યાા હતા છતાં તે અવાનવાર રૃપિયાની માંગણી કરતી હતી. ૧પ દિવસ પહેલા પણ વિપુલે નવનીતને કહયું હતું કે રીન્કુ મારી પાસે રૃપિયા માંગે છે અને રૃપિયા નહીં આપું તો સંબંધ તોડવાની ધમકી આપે છે. સોનાના દાગીના ગીરવે મુકીને ત્રણ લાખ રૃપિયા રીન્કુને આપ્યા હતા તેમ છતાં તેની ઉઘરાણી ચાલુ છે તેના કારણે કંટાળીને વિપુલે આપઘાત કર્યો છે. હાલ તો ફરીયાદના આધારે સે- પોલીસે સે-/સી પ્લોટ નં.૬૬૭/૧માં રહેતી રીન્કુ માલાણી સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 

(5:26 pm IST)