ગુજરાત
News of Thursday, 10th June 2021

સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટ પર ફાયર વિભાગની લાલઆંખ 14 હોટલ સહીત 18 એકમો સીલ :વેપારીઓમા ફફડાટ

1 હોસ્પિટલ, 14 હોટેલ અને 3 કોમર્શીયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલીંગની કાર્યવાહી

સુરતમાં કેટલાક એકમોને ફાયર વિભાગે સીલ કરી દીધા છે. ફાયર વિભાગે 10 જુનના રોજ 1 હોસ્પિટલ, 14 હોટેલ અને 3 કોમર્શીયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સુરત શહેરમાં અગાઉ હોસ્પિટલોમાં આગ લાગવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેને લઈ ફાયર વિભાગ એકશન મોડમાં આવી ગયું છે. ફાયર વિભાગ દ્વારા સુરતમાં અલગ અલગ ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે.

અપૂરતી ફાયર સુવિધા સામે આવતા નોટીસ આપવામાં આવી રહી છે. એટલું જ નહી નોટીસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવી રહ્યું છે. ત્યારે 10 જુનના રોજ ફાયર વિભાગે 1 હોસ્પિટલ, 14 હોટેલ અને 3 કોમર્શીયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી

નોર્થ ઝોનમાં હોટલ સતલજ, 01, ગાયત્રી ચેમ્બર્સ ,આયુર્વેદિક કોલેજ પાછળ, સુમુલ ડેરી રોડ ,સુરત

સેન્ટ્રલ ઝોનમાં શંકર ગુજરાતી થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરતશેરે પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરતઅમર ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરતહોટલ સન્માન, સવેરા ની બાજુમાં, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
રૂપાળી ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરતરાજ પુરોહિત થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત કિંગ્સ હેરીટેજ હોટલ, લાલ દરવાજા ,સુરત
હોટલ ડીમ્પલ, લાલ દરવાજા ,સુરત હોટલ આકાશ, ડૉ પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા,સુરત

રાંદેર ઝોનમાં જય ચામુંડા હોટલ, ઈચ્છાપોર, સુરતક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઈચ્છાપોર,સુરત ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા ,ઉધના,સુરત

વરાછા ઝોન-બીમાં જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષ,રંગોળી ચોકડી વેલંજા, સુરત, જેમાં આવેલ 20 દુકાનો સીલ કરવામાં આવેલ.ઓરેકલ હોસ્પિટલ ,જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત
ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત

અઠવા ઝોનમાં કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ સુરત, જેમાં આવેલ 60 દુકાનો સીલ કરવામાં આવેલ.મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ, સુરત, જેમાં આવેલ 14 રૂમો કરવામાં આવેલ

(5:57 pm IST)