ગુજરાત
News of Friday, 11th June 2021

કેવડીયામાં એન્જીનીયરીંગ કંપનીમાં મજૂરોના મોત થતા લાયસન્સ વિના ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ પર એસઓજી પોલીસની લાલ આંખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એ એસઓજી ટીમને સુચના આપતા પો.સ.ઈ એચ.વી.તડવી તથા એસ.ઓ. જી. સ્ટાફના માણસો દ્વારા ગે.કા. ચાલતી સીક્યુરીટી એજન્સી શોધી કાઢવા પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમી ના આધારે ( ૧ )શુભમ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ સિક્યુરીટી ના માલિક શ્રવણકુમાર પુરષોત્તમદાસ દ્વીવેદી રહેવાસી , ૧૫૨૮ , સત્ય નારાયણ મંદીર કડવા પોલ દરિયાપુર અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી -૧ તથા ( ૨ ) અનીન કન્સલટન્સી સર્વીસ પ્રા.લી.ના માલિક અનીનદિતો અરૂપ ગુહા રહેવાસી , કે -૧૦૧ સેક્ટર -૧ , સનસીટી અપોઝીટ દુલ્હન પાર્ટી પ્લોટ,બોપલ, અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી -૨ માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હોય જેથી તેમની વિરૂધ્ધમાં કેવડીયા પો.સ્ટે.માં ખાનગી સલામતી એજન્સી ( નિયંત્રણ ) ધારા હેઠળ બન્ને સીક્યુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ ગુના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:44 am IST)